ટેક/સમાચાર/૨૦૧૪/૧૯
Appearance
From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Tech/News/2014/19 and the translation is 100% complete.
ટેક સમાચાર અઠવાડિક તમને અને તમારા વિકિમિડિઆ મિત્રોને અસર કરી શકતા તાજેતરમાં થયેલા સોફ્ટવેર ફેરફારો ધ્યાન રાખવામાં મદદ કરે છે. સબસ્ક્રાઇબ અને યોગદાન કરો.
Other languages:
વિકિમિડિઆ ટેકનિકલ સમુદાય તરફથી નવીન ટેક સમાચાર . મહેરબાની કરીને બીજા સભ્યોને આ ફેરફારો વિશે માહિતી આપો. જોકે બધાં જ ફેરફારો તમને અસર કરશે નહી. ભાષાંતરો પ્રાપ્ત છે.
તાજેતરના સોફ્ટવેર ફેરફારો
- મિડીઆવિકિની નવીન આવૃત્તિ (1.24wmf3) ટેસ્ટ વિકિઓ અને મિડીઆવિકિ.ઓર્ગમાં ૧લી મે ના રોજ ઉમેરવામાં આવી છે. તે વિકિપીડિઆ સિવાયની વિકિઓમાં ૬ઠ્ઠી મે, અને બીજા બધાં વિકિપીડિઆમાં ૮મી મે ના રોજ ઉમેરવામાં આવશે (calendar).
- કોમ્પેક્ટ પર્સનલ બાર બીટા ફિચર તરીકે ટેસ્ટ વિકિઓ અને મિડિઆવિકિ.ઓર્ગમાં ૧લી મે ના રોજ ઉમેરવામાં આવી હતી. તે વિકિપીડિયા સિવાયની વિકિઓમાં ૬ઠ્ઠી મે, અને બધી જ વિકિપીડિયામાં ૮મી મે ના રોજ ઉમેરવામાં આવશે. તમે તેની ચકાસણી કરવા માટે મિડિઆવિકિ.ઓર્ગ પર તમારી પસંદગીઓ માંથી સક્રિય કરી શકો છો. [૧]
- CodeEditor ને નિષ્ક્રિય કરવું હવે સરળ છે. [૨]
વિઝ્યુલએડિટર સમાચાર
- મિડીઆવિકિની જેમ જ વિઝ્યુલએડિટરમાં બાહ્ય કડીઓ આછા ભૂરા રંગની દેખાશે. [૩]
- ટેમ્પલેટ (ઢાંચો) સાધન તમને જો પરિમાણ જૂનો થઇ ગયો હશે તો કહેશે. [૪]
- તમે હવે TemplateData માં "suggested" પરિમાણો ઉમેરી શકશો; વિઝ્યુલએડિટર તેને જરુરી હોય તેવા પરિમાણોની જેમ જ ઉમેરી દેશે. [૫]
- TemplateData માટે નવું પરિમાણ:
wiki-file-name
ફાઇલ નામ માટે છે. [૬] [૭] - વિઝ્યુલએડિટરમાં સૂત્રોમાં ફેરફાર કરવાનું બધાં સભ્યો માટે ટૂંક સમયમાં સક્રિય કરવામાં આવશે. [૮] [૯]
- તમે હવે ટૂંક સમયમાં તમારી ભાષામાં લખાણમાં ફેરફાર કરવા માટેની બીટા લાક્ષણિકતાને ચકાસી શકશો. [૧૦] [૧૧]
ભવિષ્યના સોફ્ટવેર ફેરફારો
- મિડિઆવ્યુઅર ૮મી મે ના રોજ જાપાનીઝ (ja), પોર્ટુગીઝ (pt), સ્પેનિશ (es), સ્વિડિશ (sv) અને તેલુગુ (te) વિકિપીડિઆમાં બધાં વપરાશકર્તાઓ માટે સક્રિય કરવામાં આવશે. પ્રતિભાવ આવકાર્ય છે. [૧૨]
- તમે અમારા માહિતી સ્ત્રોતમાં ઉમેરેલા ૧૦૦ નવી ભાષાઓના નામોનું ભાષાંતર કરી શકો છો. તેઓ, દાખલા તરીકે, આંતરવિકિ કડીઓના હોવર લખાણમાં વપરાય છે. જો તમે મદદ કરવા ઇચ્છતા હોવ તો નેમોને ઇ-મેલ મોકલો.
- જો તમે તમારી ધ્યાનસૂચિમાં વાળેલા પાનાં પર ક્લિક કરશો તો, ટૂંક સમયમાં તમે વાળેલા પાનાંને મેળવી શકશો. [૧૩] [૧૪]
મુશ્કેલીઓ
- ૨૯મી એપ્રિલ ૦૦.૨૦ UTC સમય પર લગભગ ૪૦ મિનિટ માટે, ઉચ્ચ સર્વર ભારને કારણે પાનાંઓ લાવવામાં મુશ્કેલીઓ પડી હતી.
ટેક સમાચાર ટેક એમ્બેસેડર્સ દ્વારા તૈયાર અને મિડીઆવિકિ સંદેશ પરિવહન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા • યોગદાન • ભાષાંતર • મદદ મેળવો • પ્રતિભાવ આપો • સબસ્ક્રાઇબ અથવા અનસબસ્ક્રાઇબ.